જમોને મારા નાથજી સારૂં સારૂં રે વિધવિધના મેં તો પાક બનાવ્યા, શાક કટોરા કેરી હારું રે..૧/૪

જમોને મારા નાથજી સારૂં સારૂં રે,
વિધવિધના મેં તો પાક બનાવ્યા, શાક કટોરા કેરી હારું રે.  જમો૦ ૧
લાલ મનોહર માગીને લેજો, જે કાંઇ લાગે તમને પ્યારૂં રે.  જમો૦ ૨
જગજીવન પોતાની રે જાણીને, કહેજો જે હોય ખાટું ખારૂં રે.  જમો૦ ૩
બ્રહ્માનંદ કહે શીત પ્રસાદી, દીયો તો થાય કામ મારૂં રે.  જમો૦ ૪

મૂળ પદ

જમોને મારા નાથજી સારૂં સારૂં રે

મળતા રાગ

સારંગ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી