આરોગો મારા નાથજી પ્રીતે પ્રીતે રે ઓરડીઆ અંજવાળીને રાખ્યા, ચિત્ર કરાવ્યાં રૂડી ભીંતે રે..૨/૪

 

આરોગો મારા નાથજી પ્રિતે પ્રિતે રે. આરોગો૦
ઓરડીઆ અંજવાળીને રાખ્યા, ચિત્ર કરાવ્યાં રૂડી ભીંતે રે. આરોગો૦ ૧
શ્યામળીયા રે નટવર તમ સારૂં, રસોઇ કરી છે રૂડી રીતે રે. આરોગો૦ ૨
પવન ઢોળીશ કર લઇને રે પંખો, ગાઇને રીઝાવું રૂડે ગીતે રે. આરોગો૦ ૩
બ્રહ્માનંદ કહે શીત પ્રસાદીથી, શાન્તિ થાય છે મારે ચિત્તે રે. આરોગો૦ ૪

મૂળ પદ

જમોને મારા નાથજી સારૂં સારૂં રે

મળતા રાગ

સારંગ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી