આરોગો મેવા નાથજી રૂડા રૂડા રે શિરા પુરીને સેવૈયા, પૂરણ પોળીને માલપુડા રે..૩/૪

 

આરોગો મેવા નાથજી રૂડા રૂડા રે. આરોગો૦
શિરા પુરીને સેવૈયા, પૂરણ પોળીને માલપુડા રે. આરોગો૦ ૧
બીરંજ કંસાર હરિસો બરફી, ઝબોળેલ રોટલીઓના ઝુડારે. આરોગો૦ ૨
ચોળા મગફળી છમકારી કાજુ, મેં તો તળેલ કંકોડા રે. આરોગો૦ ૩
બ્રહ્માનંદના નાથ તમારે કાજે, ઘૃતમાંહિ તળ્યાં છે ઘિસોડાં રે. આરોગો૦ ૪

મૂળ પદ

જમોને મારા નાથજી સારૂં સારૂં રે

મળતા રાગ

સારંગ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી