આવીને જમો નાથજી વારી વારી રે ૪/૪

આવીને જમો નાથજી વારી વારી રે.   આવીને૦
લાડુ ને પયપાક લાપસી, સેવ ઝીણી બાફીને ઉતારી રે.  આવીને૦ ૧
ઘૃત તાજું તાવેલ ધરાઉં, થાળમાં ખીચલડી ઠારી રે.  આવીને૦ ૨
પાપડ તળીયાં મેં પ્રીત કરીને, ભજીયાં કર્યાં છે સ્વાદુ ભારી રે. આવીને૦ ૩
બ્રહ્માનંદને શીત પ્રસાદી, દીજે વૃજરાજ વિહારી રે.  આવીને૦ ૪

મૂળ પદ

જમોને મારા નાથજી સારૂં સારૂં રે

મળતા રાગ

સારંગ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી