ઉદ્ધવ માર્ગની રીતિ શિષ્ય સાંભળજે;૧/૪

પદ ૬૦૭ મું-રાગ ગરબી(૧/૪)

અલબેલો મંદિર આવ્યા સુણ સાહેલી-એ ઢાળ છે
ઉદ્ધવ માર્ગની રીતિ શિષ્ય સાંભળજે;
તને સમજાવું કરી પ્રીતિ શિષ્ય સાંભળજે. 
જે કેફ જગત સૌ જાણે શિષ્ય સાંભળજે;
નિંદિત હોયે વેદપુરાણે શિષ્ય સાંભળજે. 
તે પાસ ન ઉભા રહીએ શિષ્ય સાંભળજે;
અમે સતસંગી એમ કહીએ શિષ્ય સાંભળજે. 
પાણી દૂધ ગાળી પીવું* શિષ્ય સાંભળજે;
સતસંગી થઇને જીવું# શિષ્ય સાંભળજે. 
નિજપરને પીડા દેવી શિષ્ય સાંભળજે;
એવી મુખે^ વાત ન કે'વી શિષ્ય સાંભળજે. 
કેને ભૂંડી ગાળ ન દઇએ શિષ્ય સાંભળજે;
પ્રેમાનંદ કહે એમ રહીએ શિષ્ય સાંભળજે. 
 

મૂળ પદ

ઉદ્ધવ માર્ગની રીતિ શિષ્ય સાંભળજે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી