કામીનો સંગ ન કરીયે સેવક સાંભળજે;૪/૪

પદ ૬૧૦ મું(૪/૪)
 
કામીનો સંગ ન કરીયે સેવક સાંભળજે;લોભીથી છેટે તરીયે સેવક સાંભળજે.      
નાસ્તિકનું નામ ન લઇએ સેવક સાંભળજે;કુંડકથી ભાગી જઇએ સેવક સાંભળજે.  
વામીને વેહેલો તજીએ સેવક સાંભળજે;એક લક્ષ્મીવરને ભજીએ સેવક સાંભળજે.  
પાપીને મેલી પાછો સેવક સાંભળજે;નીત કરીએ સત્સંગ સાચો સેવક સાંભળજે.   
જે મિથ્યા જ્ઞાની કહાવે સેવક સાંભળજે;તેને તજીયે અતિ અભાવે સેવક સાંભળજે.
સહુ મોક્ષ મારગથી પાડે સેવક સાંભળજે;પ્રેમાનંદ કે' જનમ બગાડે સેવક સાંભળજે.        ૬ 

મૂળ પદ

ઉદ્ધવ માર્ગની રીતિ શિષ્ય સાંભળજે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી