છેલ છબીલા કાન રે, ઘેલાં કિધાં છેલ છબીલા કાનરે૨/૪

૧૪ પદ ર/૪
છેલ છબીલા કાન રે, ઘેલાં કિધાં છેલ છબીલા કાનરે. ઘેલા.ટેક
મનમોહન મારું મન હરી લીધું, શ્યામ સુંદર ગુણવાનરે. ઘેલા૧.
મીઠી મીઠી રે મુખ મોરલી વાઇને, ગાઇને તે સુંદર તાન રે. ઘેલા.૨
વશ કીધી વાલમ ગિરિધારી, મારી નેણાં કેરી સાનરે. ઘેલા.૩
પ્રેમાનંદ કહે જન્મ સુધાર્યો રે, દીધું જીવન કેરું દાન રે. ઘેલા.૪

મૂળ પદ

મનના માનેલ માવ રે, આવો વાલા મનના માનેલ માવ

મળતા રાગ

પરજ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી