મોરલીયેં મન મોયું હો, માવા તારી મોરલીયે મન મોયું હો.૩/૪

૧પ પદ ૩/૪
મોરલીયેં મન મોયું હો, માવા તારી મોરલીયે મન મોયું હો. ટેક.
હલવે હેતમાં સાન કરીને, કામણગારી મિટ્યે જોયું હો. માવા.૧
તે દહાડાની હું તો ઘાયલ થઇ છુંરે, જીવત સુખ સર્વે ખોયું હો. માવા.૨
લોક કુટુંબની આશ તજીને, ચરણ કમળ ચિત્ત પ્રોયું હો. માવા.૩
પ્રેમાનંદ કહે તમને મળીને, જન્મ મરણ દુઃખ ખોયું હો. માવા.૪

મૂળ પદ

મનના માનેલ માવ રે, આવો વાલા મનના માનેલ માવ

મળતા રાગ

પરજ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


પ્રેમસખી શ્રી પ્રેમાનંદ સ્વામી
Studio
Audio
1
0