જીવન પ્રાણ આધાર છો, માવા મારે જીવન પ્રાણ આધાર ૪/૪

જીવન પ્રાણ આધાર છો, માવા મારે જીવન પ્રાણ આધાર...ટેક.
તમ ઉપર શામળિયા રે વાલા, મેં તો તન ધન ઘોળ્યું પરિવાર હો-માવા૦ ૧
પ્રાણ જીવન વાલા છો મુજને, છોજી મારા હૈડાના હાર હો-માવા૦ ૨
જનમ સંગાથી શ્યામળિયા વાલા, મારા નયનતણા શણગાર હો-માવા૦ ૩
પ્રેમાનંદ કહે ઘડીયે ન મેલું વાલા, સુખના સાગર સાર હો-માવા૦ ૪
 

મૂળ પદ

મનના માનેલ માવ રે, આવો વાલા મનના માનેલ માવ

મળતા રાગ

પરજ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી