કાન કુંવર કામણગારા હો, નંદના કાન કુંવર કામણગારા, ૪/૪

 ર૦  પદ ૪/૪

કાન કુંવર કામણગારા હો, નંદના કાન કુંવર કામણગારા,  હો નંદ. ટેક.
કામણ કીધાં મારાં મન હરી લીધાં રે, માણીગર મોરલીવારા,  હો નંદ.૧
જોઇને રહી છું વાલા પરવશ થઇ છું રે, હવે મા રેજયો મુંથી ન્યારા, હો નંદ.૨
પ્રીતડી જાણીને હેતે બંધાણી રે, છોજી મારા પ્રાણ થકી પ્યારા,    હો નંદ.૩
પ્રેમાનંદના રે સ્વામી અંતરજામી રે, જનમ સુધારણહારા,    હો નંદ.૪

મૂળ પદ

શ્યામસુંદર ગિરિધારી હો, મિઠડા શ્યામસુંદર ગિરિધારી હો.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી