અળગા ન મેલું રે અળગા ન મેલું રે, નાથ તમને આંખડલીથી રે ૨/૪

અળગા ન મેલું રે અળગા ન મેલું રે;
		નાથ તમને આંખડલીથી રે, અળગા ન મેલું રે...ટેક.
મદનમોહન તારી મૂરતિ જોઈને, હાં રે મારું મનડું થયું છે ઘેલું રે-નાથ૦ ૧
લોક કુટુંબ પરિવાર તજીને, હાં રે મેં તો તમ સંગ બાંધ્યું છે બેલું રે-નાથ૦ ૨
પ્રાણજીવન તમે પાસે રાખ્યાનું, હાં રે મને વચન દીધું છે વેલું રે-નાથ૦ ૩
પ્રેમાનંદ કહે જોઈ જોઈ જીવું, હાં રે તારું મોળીડું રંગનું ભરેલું રે-નાથ૦ ૪
 

મૂળ પદ

નેણામાં રાખું રે નેણામાં રાખું રે, નાથજીને જતન કરીને રે

મળતા રાગ

પરજ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી