નહિ દિયું જાવા રે નહિ દિયું જાવા રે, નાથ તમને આંખડલીથી રે ૩/૪

નહિ દિયું જાવા રે નહિ દિયું જાવા રે;
		નાથ તમને આંખડલીથી રે, નહિ દિયું જાવા રે...ટેક.
જીવની પેઠે જાળવીને રાખીશ, હાં રે એક લગારે ન દેઉં દુ:ખાવા રે-નાથ૦ ૧
મનગમતા રે ભોજન રાંધી જમાડું, હાં રે લાવું સાકર નાખીને દૂધ પાવા રે-નાથ૦ ૨
શ્વેત અંબર અતિ ઝીણાં લાવું, હાં રે મારા પ્રાણ તમને પેરાવા રે-નાથ૦ ૩
જાવાનું રે તમે નામ લિયો તો, હાં રે પ્રેમાનંદના સમ છે માવા રે-નાથ૦ ૪
 

મૂળ પદ

નેણામાં રાખું રે નેણામાં રાખું રે, નાથજીને જતન કરીને રે

મળતા રાગ

પરજ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિશ્વસ્વરૂપદાસ સ્વામી BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

સંત સૌરભ
Live
Audio
0
1