સુફળ ફળી હું હરિને મળી આજ એકાદશી સુફળ ફળી..૪/૪


સુફળ ફળી હું તો હરિને મળી, આજ એકાદશી સુફળ ફળી	...ટેક.
ચોંપે કરી નટનાગર સારુ, સેજ સજી કાજુ કુસુમ કળી	...આજ૦ ૧
રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મીસરી પયમાંહી ભળી	...આજ૦ ૨
નિત્ય નિત્ય પ્રેમ રહું ઉર ધરતી, હરિચરણે મનવૃત્તિ હળી	...આજ૦ ૩
બ્રહ્માનંદ કહે હરિ ઉર ધરિયા, જન્મમરણ કેરી શંકા ટળી	...આજ૦ ૪
 

મૂળ પદ

ઉત્સવની પ્યારી કેશવની

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી