ઘેલાં કીધાં રે મોહન ગિરધરિયાં, ૩/૪

૩પ પદ ૩/૪
 
ઘેલાં કીધાં રે મોહન ગિરધરિયાં,મોહન ગિરધરીયાં રે મારાં મનડાં હરિયાં જો. ટેક.
જમુનાની તીરે તમે વેણ વગાડી વાલા,સાંભળતામાં પ્રાણ પરવશ કરિયાં જો. ઘેલા.૧
તમને જોવાને અમે વ્યાકુળ થઇ છું વાલા,પાણીડાંને મિષે જોવા નિસરીયાં જો.  ઘેલા.૨
લોકની લાજ મરજાદ તજીને વાલા,આવ્યાં વાલાજી હરખે ભરીયાં જો. ઘેલા.૩
પ્રેમસખીના તમે શ્યામ મનોહર વાલા,તમને જોઇને મારાં હૈડાં ઠરિયાં જા. ઘેલા.૪ 

મૂળ પદ

આવો રાખું રે રાજેંદ્ર નેણામાં ચોરી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી