એકવાર આવો વાલા મંદિરમાયે રે, ૧/૪

૩૭ પદ ૧/૪ રાગ પરજ દેશી

એકવાર આવો વાલા મંદિરમાયે રે,મોહી લટકાળા તોરી ચાલ,કોડિલા રે કાન. એક.ટેક.
શેરિયું વલાવું વાલા ચોક પૂરાવું, મોતીડે વધાવું ભરી થાલ,કોડિલારે કાન.    એક.૧
કેસર ચંદનની વાલા આડ્ય બનાવું,ચાંદલિયો ચોડું તોરે ભાલ,કોડિલારે કાન. એક.૨
રુમ ઝુમ કરતાં મારે મંદિર પધારો, મોર મુગટ ધરિ લાલ કોડિલારે કાન.          એક.૩
પ્રેમસખી જાયે તારે વારણે રે, મન માન્યા રે નંદલાલ, કોડિલારે કાન.            એક.૪

 

મૂળ પદ

એકવાર આવો વાલા મંદિરમાયે રે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી