ઓરા આવોને વાલા પૂછું વાતડી, ૩/૪

 ૩૯ પદ ૩/૪

ઓરા આવોને વાલા પૂછું વાતડી,
કયાં રમ્યા રંગભર આજ, છોગાલા રે છેલ, ઓરા...ટેક
નિદ્રાલું નેણાં વાલા આલસ અંગમાં,
કોને કયાં જાગ્યા મહારાજ, છોગાલા રે છેલ, ઓરા.૧.
કેઇ સખીને વાલા મોહોલે જઇ થાકયા,
સાર્યા કેનાં ગુણવંત કાજ, છોગાલા રે છેલ, ઓરા.૨
કેતાં જાઓને વાલા શું થાઓ આકળા
શુંરે આણો છો આવડી લાજ, છોગાલા રે છેલ, ઓરા.૩.
પ્રેમસખી કે વાલા નહિ તમને રોકીયે,
કહીને જાજ્યો વાજો વાજ, છ��ગાલા રે છેલ, ઓરા.૪.

 

 

મૂળ પદ

એકવાર આવો વાલા મંદિરમાયે રે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી