ઓરા આવોને ગિરિધર ઘેલા રે, રસિયા કહું એક વાતલડી૨/૪

૪ર પદ ર/૪

ઓરા આવોને ગિરિધર ઘેલા રે, રસિયા કહું એક વાતલડી.  ટેક.
વાલા લાગો છો સુંદર છેલા રે, જોઇને ઠરે મારી છાતલડી.રસિયા.
ઓરા આવોને પ્યારા મોહનદાણી, હાંરે તારું રૂપ જોઇને લલચાણી રે.  રસિયા.૧
મોહન તમને મારા નેણામાં રાખું, હાંરે મારા પ્રાણ વારી વારી નાખું રે.  રસિયા.૨
મનડું લોભાણું તારા મોલીડાને તોરે,હાંરે તારાં નેણા મારું ચિત્તડું ચોરેરે. રસિયા.૩
પ્રેમાનંદનારે નાથ છો વાલા, હાંરે મારા પ્રાણજીવન નંદલાલારે.  રસિયા.૪ 

મૂળ પદ

મારે મંદિર પધારોને માવારે, મીઠડા જોઉં તારી વાટલડી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી