ઓરા આવો છેલવર છોગાલારે, રંગીલા રસિયા રુપાલા.૨/૨

 ૫૦ પદ ર/૨

ઓરા આવો છેલવર છોગાલારે, રંગીલા રસિયા રુપાલા.
જુગતે કરીને જોવું મુરતિ તમારી મોહન,
કંકોળેલ કાજુ નેણાના ચાલા રે. રંગી.૧
જગજીવન ભેટું ભાવ કરીને કાના,
માણીગર મીઠાં બોલા મરમાલા રે. રંગી.૨
ગુણિયલ હું તો તારા ગીતમાં ઘેલી પ્યારા,
મનોહર મોહન મોરલીવાલા રે. રંગી.૩
પ્રેમાનંદના પ્યારા નેણાના તારા મારા,
વાલા મુને લાગો કાનડ કાલા રે. રંગી.૪

 

 

મૂળ પદ

મુને તારા મુખની માયા લાગી રે, સલુણા શ્યામ સોહાગી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી