છબીપર વારીરે જાઉં બલિહારી.૧/૪

પપ પદ ૧/૪ રાગ પરજ દેશી
 
છબીપર વારીરે જાઉં બલિહારી.વારી હું વારી હું વારીરે જાઉં બલિહારી. ટેક.
ઘોડલાની ઘુંમરમાં આવે રે, ડોલરીયો ગિરિધારી રે. જાઉ.૧
અજબ બની ઘનશ્યામ કુંવરની રે, કેસરની અસવારી રે.. જાઉ.૨
મોહનવરને જોઇ જોઇ મોહીરે, ગોકુલ ગામની નારી રે. જાઉ.૩
ઘનશ્યામ મનોહર મુરતિ રે, પ્રેમાનંદને પ્યારી રે.. જાઉ.૪ 

મૂળ પદ

છબીપર વારીરે જાઉં બલિહારી.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી