ધન્ય ધન્ય એકાદશી આજની રે રૂડી નિરખી છબી વ્રજરાજની રે..૪/૪


ધન્ય ધન્ય એકાદશી આજની રે, રૂડી નીરખી છબી વ્રજરાજની રે	-ટેક.
ફૂલડાંનાં છોગાં તે શિર પર ધર્યાં રે, તે જોઈને મારાં નેણાં ઠર્યાં રે	-૧
ભાળી કેસર તિલક રૂડું ભાલમાં રે, મારી લગની લાગી છે નંદલાલમાં રે	-૨
વાંકી ભ્રકુટિમાં મન મારું ભમે રે, હવે બીજું દીઠું તે મને નવ ગમે રે	-૩
બ્રહ્માનંદ કહે રૂપાળી એની આંખડી રે, પ્યારી લાલ કમળ કેરી પાંખડી રે	-૪
 

મૂળ પદ

કોડે કોડે એકાદશી કીજીએ રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
ભુપાલી
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0