છેલ છોગાળો વાલો મને છેલ છોગાળો, વાલો મોરલીવાલો રે, ૧/૪

૭૧ પદ ૧/૪ રાગ મારું
 
છેલ છોગાળો વાલો મને છેલ છોગાળો, વાલો મોરલીવાલો રે,  વાલો.
મારા પ્રાણ થકી મને વાલો રે, લટકાળો નંદજીનો લાલો.  વાલો.૧
મારે સુખ સંપત શામળિયો રે, મારે પ્રાણજીવન પાતલિયો.  વાલો.૨
એનું મુખડું જોયા વિના ઘેલી રે, નહીં શકું ક્ષણું એક મેલી.  વાલો.૩
નટનાગર નંદકિશોર રે, પ્રેમાનંદનો જીવન દોર હેલી.  વાલો.૪ 

મૂળ પદ

છેલ છોગાળો વાલો મને છેલ છોગાળો, વાલો મોરલીવાલો રે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી