કેસરભીનો રે કાન જોઇ કેસરભીનો રે, છેલો નંદજીનો રે૨/૪

૭ર પદ ર/૪
 
કેસરભીનો રે કાન જોઇ કેસરભીનો રે, છેલો નંદજીનો રે.  કાન.ટેક
જોઇ મનડું લોભાણું છે મારું રે, મારા પ્રાણ લેઇને વારું  કાન.૧
એની મુરતિમાં હું તો મોહી રે, નથી ત્રપતી થાતી જોઇ જોઇ.  કાન.૨
મનમોહન મોરલી વાલો રે, મીઠા બોલો ઘણો મરમાલો.  કાન.૩
મારા મનમાં ગમ્યા ગિરિધારી રે, પ્રેમાનંદ જાયે બલિહારી.  કાન.૪

મૂળ પદ

છેલ છોગાળો વાલો મને છેલ છોગાળો, વાલો મોરલીવાલો રે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી