કેશવ કેડે રે ફરે મન કેશવ કેડે રે, મોહી પાગને છેડે રે.૩/૪

૭૩ પદ ૩/૪
 
કેશવ કેડે રે ફરે મન કેશવ કેડે રે, મોહી પાગને છેડે રે.  ફરે..ટેક
વ્રજજીવન જાદવરાય રે, અણદીઠે ઘણું દુઃખ થાય..  ફરે.૧
હું તો મગન રહું જ્યારે દેખું રે, રાતી આંખડલીની રેખું.  ફરે.૨
વાલો મોરલીમાં મારું ગાયે રે, સુણી હૈડે તે હરખ ન માયે.  ફરે.૩
પ્રેમાનંદના નાથને કાજ રે, મેલી લોક કુટુંબની લાજ.  ફરે.૪ 

મૂળ પદ

છેલ છોગાળો વાલો મને છેલ છોગાળો, વાલો મોરલીવાલો રે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી