એકાદશી થઇ એ વાત સર્વે જાણો રે એના વ્રત કેરી રીતભાત ઉરમાં આણો ..૧/૪

 

એકાદશી થઇ એ વાત સર્વે જાણો રે,
એના વ્રત કેરી રીતભાત ઉરમાં આણો રે. ટેક૦
સુતા જોઇને શ્યામને રે લડવાની કરીહામ,
નાડીજંઘનો દીકરો રે, આવ્યો મુરદાનવ એનું નામ. સર્વે૦ ૧
ઇંદ્રિય એકાદશ શ્યામનાં રે, તેનું જે કાંઇ તેજ,
તેમાંથી પ્રગટી પ્રમદા રે, દેખી વરવા ઇચ્છયો એજ. સર્વે૦ ૨
તે સંગે બોલી સુંદરી રે, યુદ્ધ કરી મુને જીત,
ત્યારે વરું હું તુજને રે, એમ કહી દેખાડી રીત. સર્વે૦ ૩
કન્યાને સંગ લડવા રે આવ્યો એ અસુર,
ભૂમાનંદ કહે ખડગે રે, એનું શિર છેદી નાખ્યું દૂર. સર્વે૦ ૪

મૂળ પદ

એકાદશી થઇ એ વાત સર્વે જાણો રે

મળતા રાગ

સામેરી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
1
0