આજ સખી શામળિયો વાલો, સુપનામાં મુને મલિયારે, ૧/૪

 ૧૦૦ પદ ૧/૪ રાગ ભૈરવ

આજ સખી શામળિયો વાલો, સુપનામાં મુને મલિયારે,
આલિંગન લેઇ અલબેલાસું, આનંદના ઓઘ વલિયારે.         આજ.૧
જોબન મારું જીવન ઉપર, સરવસ નાંખ્યું વારીરે.
હેત કરી હૈયા પર લીધા, રસિયો કુંજબિહારી,                         આજ.૨
અંગોઅંગ આનંદ સુખ પામી, શામળિયાને સંગેરે.
રસબસ રીજી રંગમાં ભીંજી, રંગભીનાને રંગેરે,                      આજ.૩
પ્હેલી પ્રીતે નૌતમ રીતે, નાવલિયાને પામીરે.
ભલે મલિયા અલબેલો વાલો, પ્રેમસખીનો સ્વામી રે,            આજ.૪
 

મૂળ પદ

આજ સખી શામળિયો વાલો, સુપનામાં મુને મલિયારે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0