આવોને અલબેલા મારી આંખડલીમાં રાખુંરે, ૪/૪

૧૦૩ પદ ૪/૪
આવોને અલબેલા મારી આંખડલીમાં રાખુંરે,
તન મન ધન આ જીવન મારું તમપર વારી નાંખુંરે.  આ.૧
બાનકની બલિહારી મોહન મીઠી મુખની વાણીરે,
પાઘડલી પેચાળી જોઇને લાવણમાં લોભાણીરે.  આ.૨
કામણગારાં નેણાં ચંચલ જોઇને જીવન મોઇરે,
ગુણવંતા તમ સરખા ભૂતલ વર નવ દીઠા કોઇરે.  આ.૩
હૈડાના છો હેતુ મારા નેણ તણા શણગારરે,
પ્રેમસખી કહે રસિયા મારો તમ અરથે અવતારરે.  આ.૪

મૂળ પદ

આજ સખી શામળિયો વાલો, સુપનામાં મુને મલિયારે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી