અતિ ઉત્તમ દિવસ આજ એકાદશી આવી રે હરિજનના હૈયામાં હરખ, ઘણેરો લાવી રે ૪/૪

 અતિ ઉત્તમ દિવસ આજ, એકાદશી આવી રે,

હરિજનના હૈયામાં હરખ, ઘણેરો લાવી રે. ટેક૦
કુસંગી હોય તે ન કરે રે, એકાદશી વ્રતસાર,
સત્સંગી છોડે નહિ રે, જેને પ્રભુ સંઘાથે પ્યાર.               એકાદશી૦ ૧
મોહનના મનમાં ગમે રે આ વ્રતનો ઉપવાસ,
બ્રહ્મચર્ય યુક્ત જે કરે રે, તેને રાખે પોતાને પાસ.         એકાદશી૦ ૨
આ વ્રત કરવું સહુને રે અંતર લાવી ઉછાવ,
કામદિક પીડે નહિ રે, જેને પ્રગટ મળે માવ.                એકાદશી૦ ૩
એકાદશી અધનાશીની રે કહે હરિના જન,
ભૂમાનંદના નાથમાં રે, સદા રાખી પોતાનાં મન.         એકાદશી૦ ૪

મૂળ પદ

એકાદશી થઇ એ વાત સર્વે જાણો રે

મળતા રાગ

સામેરી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
2
0