આવોજી આવોજી અલબેલા મારી આંખડલીમાં, જતન કરીને તમને રાખું રે ૧/૪

આવોજી આવોજી અલબેલા મારી આંખડલીમાં,
			જતન કરીને તમને રાખું રે...આવોજી૦ ટેક.
સુંદર મુખના મરકલડા પર, પ્રાણ વારી વારી નાંખું રે-આવો૦ ૧
જીવન તમને જોવા સારુ તો, વિશ્વ આવ્યું છે આખું રે-આવો૦ ૨
શુક સનકાદિક નારદ સરખા, મુનિવર મળિયા છે લાખું રે-આવો૦ ૩
આરે સમે શોભો છો મારા વાલા, શી ઉપમા કહી દાખું રે-આવો૦ ૪
પ્રેમાનંદ કહે રાખી નેણામાં, ચરણકમળ રસ ચાખું રે-આવો૦ ૫
 

મૂળ પદ

આવોજી આવોજી અલબેલા મારી આંખડલીમાં

મળતા રાગ

ખટ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી