વાલા છો જી વાલા મને પ્રાણથી પ્યારા, આંખડલીના તારા અલબેલા રે ૨/૪

વાલા છો જી વાલા મને પ્રાણથી પ્યારા,
			આંખડલીના તારા અલબેલા રે...વાલા૦ ટેક.
તન મન ધન મારું વારું તમ ઉપર, શ્યામસુંદર રંગછેલા રે-વાલા૦ ૧
આવો આવો ઓરા આજ રાખું મારા ઉર પર, પ્રાણજીવન રંગરેલા રે-વાલા૦ ૨
આજ રહો મારે મંદિર મોહન, કાલ પધારજ્યો વેલા રે-વાલા૦ ૩
તમ જેવા જીવન ક્યાંથી કેને બારણે, અલબેલાજી અકેલા રે-વાલા૦ ૪
પ્રેમાનંદના નાથ છો જી અતિ દુર્લભ, કૃપા કરીને રહો ભેળા રે-વાલા૦ ૫
 

મૂળ પદ

આવોજી આવોજી અલબેલા મારી આંખડલીમાં

મળતા રાગ

ખટ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મારા સહજાનંદસ્વામી
Studio
Audio
0
0