કહોજી કહોજી કયાં જાગ્યા જગજીવન તમે, ૩/૪

૧૮ પદ ૩/૪

કહોજી કહોજી કયાં જાગ્યા જગજીવન તમે, આંખડલી ઉજાગરે રાતીરે,

નિદ્રાલુડાં નેણામાંહિ શોભે અતિ સુંદર, રેખલડી મદન રસમાતીરે. કહોજી.૧

વદન ઉપર શ્રમ જલનાંરે મોતી, મુખ કાજલની રેખા ઓલખાતીરે,

તેડ્યાને લપેડ્યા અતિ બલમાંરે ભીડ્યા, હાર તો ખુંતા છે બહુ છાતીરે. કહોજી.૨

કેઇરે ધુતારી નારે ધુત્યા અલબેલા, આજ શિથિલ થયા છો *તેનાતીરે,

પ્રેમાનંદના નાથ જોઇ જોઇ તમને, આંખડલી ત્રપત નથી થાતીરે. કહોજી.૩

 

*તેનાથી રે 

મૂળ પદ

આવોજી આવોજી અલબેલા મારી આંખડલીમાં

મળતા રાગ

ખટ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી