જાઓજી જાઓજી શીદ ખોટા સમ ખાઓ, ૪/૪

૧૧૯ પદ ૪/૪
 
જાઓજી જાઓજી શીદ ખોટા સમ ખાઓ, હમે જાણી જીવન ચતુરાઇરે,અર્થી રે હોય તે તો ખોટું રે બોલે, દોષ ન જુવે કાંઇ રે. જા૧.
તન મન નેણાં વેણાં કેમ રહે છાના વાલા, તરત આવે ઓલખાઇરે,અધર અંજન પીક લીક લાલ સોહે ગાલ, ઉઠી નખ રેખા ઉરમાંઇરે. જા.૨
પીતાંબર સાટે તે લીલાંબર કેનું લાવ્યા લાલ, વેલણ રયા છો હરિ સાઇરે,પ્રેમાનંદના નાથ જોઇ વ્રજનારી, હસે કર તાલી બજાઇ રે. જા.૩ 

મૂળ પદ

આવોજી આવોજી અલબેલા મારી આંખડલીમાં

મળતા રાગ

ખટ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી