વેલેરી ઊઠીને વાલાજીનું વદન નિહારું ૧/૪

વેલેરી ઊઠીને વાલાજીનું વદન નિહારું,
	જોઈને કમળમુખ દુ:ખ દૂર વિસારું રે	...વેલેરી૦ ૧
વદન વાલાજીનું અતિ સુખકારી,
	નીરખી નીરખી જાઉં હું તો સરવસ વારી રે...વેલેરી૦ ૨
મુખડું જોયા વિના પાણિયે ન પીવું,
	પ્રાણજીવનને હું તો જોઈ જોઈ જીવું રે	...વેલેરી૦ ૩
પ્રાણજીવન જોવા મેં તો જનમ ધર્યો છે,
	જૂઠો રે સંસારિયો સર્વે ત્યાગ કર્યો છે રે	...વેલેરી૦ ૪
પ્રેમાનંદના સ્વામીને કાજે મેલ્યા છે,
	સંસારિયા સહુ બળતા મેં દાઝે છે રે	...વેલેરી૦ ૫
 

મૂળ પદ

વેલેરી ઊઠીને વાલાજીનું વદન નિહારું

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ઉદયની આરાધના
Studio
Audio
0
1