આજ અલબેલો બાઇ મારે મંદિર પધાર્યા, ૪/૪

આજ અલબેલો બાઈ મારે મંદિર પધાર્યા;
	વાલાજીએ બાઈ મારાં કારજ સાર્યાં રે		...આજ૦ ટેક.
થોડું થોડું હસતા, બોલતા મીઠી વાણી;
	ગુણવંત આવ્યા ગોપિયોનાં ચિત્તડાંને તાણી રે	...આજ૦ ૧
આવી રે આંગણિયે ઊભા વાલો આળસડું રે મોડે;
	વાલપ વધારી વાલો મુજ સાથે પ્રીત જોડે રે	...આજ૦ ૨
પ્રીતડી કરીને વાલે અધરરસ પીધો;
	જનમ સફળ બાઈ મારો હરિવરે કીધો રે		...આજ૦ ૩
હરિવર મળિયા આનંદ ઓઘ વળિયા;
	પ્રેમાનંદનો રે સ્વામી આજ અઢળક ઢળિયા રે	...આજ૦ ૪
 

મૂળ પદ

વેલેરી ઊઠીને વાલાજીનું વદન નિહારું

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી