ઉઠો અલબેલા વાલા વાણલા રે વાયા;૨/૪

પદ ૧૩૩ ૨/૪

ઉઠો અલબેલા વાલા વાણલા રે વાયા; ઉઠો.ટેક
દુઃખમોચન તારું દરશન કરવા દાસ મલીને સઉ આયા; ઉઠો.૧
મુખમંજન કરવા જમુના જલ, કનક કલશ ભરી લાયા; ઉઠો.૨
દધિ સાકર માખણ મેવા, બઉ ભોજન તરત બનાયા;  ઉઠો.૩
પ્રેમાનંદ નાથ આરોગો , ભોજનીયા મનભાયા.  ઉઠો.૪

મૂળ પદ

જાગો જગજીવન વાલા સુંદર શ્યામ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી