જુવો આજ શોભે વાલો છોગાવાલો છેલ;૩/૪

પદ ૧૩૮ ૩/૪
 
જુવો આજ શોભે વાલો છોગાવાલો છેલ;  જુવો.ટેક
જરકસિ પાઘ જડાવનાં બાજુ, કેસર તિલક કરેલ;  જુવો.૧
કેસર ભીનો વાલો છેલ છબીલો, અલવ ભર્યો છે અલબેલ. જુવો.૨
ઉર બનમાલ ચાલ જોઇ મોહી, પીત કમર કસેલ.  જુવો.૩
પ્રેમાનંદના નાથનાં લટકા, આવી મારા ઉરમાં ખુંતેલ.  જુવો.૪ 

મૂળ પદ

મારું મન મોયુંરે મા મોરલીને નાદે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી