જયસિ રમનીય કમનીય દમનીય અરી, જયસિ સહજાનંદ અક્ષરવાસી૪/૪

૧૪૯ પદ ૪/૪
 
જયસિ રમનીય કમનીય દમનીય અરી, જયસિ સહજાનંદ અક્ષરવાસી,  ટેક.
ત્વમપી મમ જીવનં ત્વમપી મમ લોચનં, ત્વમપિ મેં વાંછિત વરદદાસી,  જય.૧
જય શ્રીમંઝૂલ મૃદુલ મધુર મુખવચન વર, જયશ્રી ચિતવનિ ચલની મધુર હાસી,
જય શ્રીકમલાનન પદ્મદલલોચન, કરપદકમલદલ તુલ્ય આસી,  જય.૨
જયશ્રી સૌન્દર્ય ઔદાર્ય વર ગુણાકાર, જયતિ ત્વં સૌશિલ્ય વાચ્છલ્ય રાસી,
જય શ્રી કરુણાભુવન જય શ્રીકરુણાઘન જય શ્રી કમલારમન અવિનાશી.  જય.૩
ત્વમસિ ભજનીય નમનીય શમનીય દુઃખ, ત્વમસિ મમ પ્રાણ પતિ સુખપ્રકાશી,
દેહી મમ નાથ તવ ચરણ રતિ અચલ મતિ, પ્રેમાનંદ પ્રાણ કુરબાન જાસી.  જય.૪ 

મૂળ પદ

જય શ્રીનારાયણ સર્વકારણ સદા, જય શ્રીઅક્ષરપતિ અંતરજામી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી