હાંરે મન મોહ્યું રે, કાનવર કેસરિયો જોઇને, ૩/૪

૧૬૦ પદ ૩/૪

હાંરે મન મોહ્યું રે, કાનવર કેસરિયો જોઇને, ટેક.

પાતલિયા સંગ પ્રીત કરીને, હાંરે મેં તો જન્મમરણ દુઃખ ધોયું રે. કાન.૧

તન મન ધારી વારી ઉર મોહન, હાંરે મેં તો ચરણકમલ ચિત્ત પ્રોયું રે, કાન.૨

નંદકુંવરને રાખી નેણામાં, હાંરે બીજું સુખ દુઃખ સરવે વગોયુંરે, કાન.૩

પ્રેમાનંદ કહે જતન કરીને, હાંરે એની મૂરતિમાં મન ઠોયુંરે. કાન.૪

મૂળ પદ

હાંરે લલચાણીરે, લાલવર લેરખડો જોઇને,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી