અલબેલો ઉઠયા હરિ હસતા, આવીને ઉભા ઓસરીયે૨/૪

 ૧૬૮ પદ ર/૪

અલબેલો ઉઠયા હરિ હસતા, આવીને ઉભા ઓસરીયે,              ટેક.
ફેંટો શ્વેત ઉપરણો ઓઢ્યો, કર નક્ત કલિ* ઘોહરીયે,                 અલ.૧
શોભા સવારની સુંદરવરની, શુંરે વખાણું વૈખરીયે.
પાટ ઉપર બેઠા પુરુષોત્તમ, નિરખી જન નેણાં ભરીયે,              અલ.૨
આશિરવાદ વદે મુનિ નિરખી, અવિચલ રહો દરશન કરીયે.
ધર્મકુંવર તમ ઉપર વારે, તનમન પ્રાણ ફરી ફરીયે,                અલ.૩
ધર્માત્મજ કરો દંત ધાવન, કનક પ્યાલુ આગે ધરીયે.
પ્રેમાનંદકે સુંદર મુખડું, નિરખી અંતરમાં ઠરીયે,                       અલ.૪
 
*'કલગી' શબ્દ સંભવે છે.કલગી ‘ધોહરીયે'
એટલે કલગી વિચારીએ-જોઇએ.
 

મૂળ પદ

પ્રાત થયું રે મારા પ્રાણ સનેહિ, જાગો જીવન જાઉં વારી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી