જમવા બેઠા અખીલલોકપતિ, ઓસરીયે અનુરાગેરે, ૪/૪

૧૭૦ પદ ૪/૪
 
જમવા બેઠા અખીલલોકપતિ, ઓસરીયે અનુરાગેરે, ટેક.
ખટરસ ભોજન સરસ સુધારી, કનક થાલ ધર્યો આગે રે. જમ.૧
વિધવિધના પકવાન તે પીરસ્યાં, જે જે સારા લાગેરે,
મોતીચૂર જલેબી ઘેબર, મન ગમતાં જે માગેરે. જમ.૨
દૂધપાક જમે બીરંજ હરીસો, નિરખી દૂઃખ દૂર ભાગેરે,
કઢી વડી જમીને શાક વખાણ્યાં, સુંદર શ્યામ સુહાગેરે. જમ.૩
ચલૂ કરીને મુખવાસ લીધો, અધર અરૂણ પીક દાગેરે,
પ્રેમાનંદ કે મનડું મોહ્યું, સરસ પેચાલી પાઘેરે. જમ.૪ 

 

મૂળ પદ

પ્રાત થયું રે મારા પ્રાણ સનેહિ, જાગો જીવન જાઉં વારી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી