રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુ:ખદાયક જાણું ૫/૫

રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુ:ખદાયક જાણું...રે શ્યામ૦ ટેક.
રે તમ વિના સુખ સંપત્ત કહાવે, તે તો સર્વે મહા દુ:ખ ઊપજાવે;
			અંતે એમાં કામ કોઈ નાવે...રે શ્યામ૦ ૧
રે મૂરખ લોક મરે ભટકી, જૂઠા સંગે હારે શિર પટકી;
			એથી મારી મનવૃત્તિ અટકી...રે શ્યામ૦ ૨
રે અખંડ અલૌકિક સુખ તારું, તે જોઈ જોઈ મન મોહ્યું મારું;
			ધરા ધન તમ ઉપર વારું...રે શ્યામ૦ ૩
રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોવ્યું;
			મુક્તાનંદ મન તમ સંગ મોહ્યું...રે શ્યામ૦ ૪
 

મૂળ પદ

રે પ્રાણજીવન પ્રીતમ પ્યારા, રહો કેમ નટવરજી ન્‍યારા

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)
નિત્ય નિયમ
Studio
Audio
0
2
 
આખું
ડાઉનલોડ
વિડિયો
સંતવૃંદ સમૂહગાન
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
શ્રીહરિની સ્વભાવિક ચેષ્ટા
Studio
Audio & Video
0
0