ઓરા આવો રે સુદર છેલ જોઉં મુખ તારુંરેં, ૧/૪

 ૨૩૧ પદ ૧/૪ રાગ આશાવરી.

ઓરા આવો રે સુદર છેલ જોઉં મુખ તારુંરેં,
તારા મુખ ઉપર અલબેલ સરવસ વારુંરે; જોઉં.ટેક.
મોલીડાપર મનમોહનજી વારું સ્વર્ગ મૃત્યુ પાતાલહો,
છોગલિયાપર ચ્યાર પદારથ શ્રવણે દશ દિગપાલ. જોઉં.૧
વારું બદનપર કોટિ શશિ નેણા પર નવલખ સુરહો,
ભ્રકુટીપરભોયંગપતિ વારું હું તો મરકલડે ચકચુર. જોઉં.૨
ચાલ ઉપર ચતુરમુખ વારું ને શતક્રતુ કોટી તેત્રીશહો,
પ્રેમાનંદ કહે એ શોભાપર તાંડવ નાચે ઇશ. જોઉં.૩

 

 

મૂળ પદ

ઓરા આવો રે સુદર છેલ જોઉં મુખ તારુંરેં,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી