તારી મૂર્તિ જાદવરાય વસી દીલ મોરેરે, ૨/૪

૨૩૬ પદ ર/૪

તારી મૂર્તિ જાદવરાય વસી દીલ મોરેરે,

હું તો મગન થઇને મનમાંય મોહી તારે તોરેરે.ટેક.

એ સુંદર મુરતિ મોહનીરે મોહ્યું મારું મન,

તન મન જાઉં વારણે મનમાન્યા જગજીવન.વસી.૧

એ તમ અરથે હું તો નિસરીરે સઉથી કરી વઢવેડ,

મુખડું જોવા કારણે હું તો ફરીશ તમારી કેડ.વસી.૨

એ નિમિષ ન મેલું નાથજીરે રાખીશ સાહીને બે હાથ,

મુંઘા મુલા છો માવજી વાલા પ્રેમાનંદના નાથ.વસી.૩

મૂળ પદ

ઓરા આવોને સુંદર શ્યામ, આંખલડીમાં રાખું રે

મળતા રાગ

સામેરી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રફુલ દવે
માઢ
કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0