અલબેલા તમારે કાજ, ફરું હું તો ઘેલી રે, મને વાલા છો મહારાજ ૩/૪

અલબેલા તમારે કાજ, ફરું હું તો ઘેલી રે;
	મને વાલા છો મહારાજ, ન જાશો મેલી રે...ટેક.
મોહન થાશો મા વેગળા રે, મુજથી શ્યામ સુજાણ;
	જીવું છું જીવન જોઈને તમે, છોજી મારા જીવનપ્રાણ...ફરું૦ ૧
જીવનદોરી માહરી રે, લટકાં તમારાં લાલ;
	જોઈ રહી છું જાદવા તમે, ચાલો છો સુંદર ચાલ...ફરું૦ ૨
મુખ જોઈ સુખ ઊપજે રે, શીતલ થાય છે અંગ;
	પ્રેમાનંદના નાથજી હું તો, રાચી તમારે સંગ...ફરું૦ ૩
 

મૂળ પદ

ઓરા આવોને સુંદર શ્યામ, આંખલડીમાં રાખું રે

મળતા રાગ

સામેરી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી