આવો આવોને સુંદર શ્યામ મારે ઘેર આવોરે, ૧/૪

૨૩૯   પદ ૧/૪ રાગસામેરી.

આવો આવોને સુંદર શ્યામ મારે ઘેર આવોરે, 

મારા પુરોને મનના કોડ હસીને બોલાવોરે                       .ટેક.

તમ કારણ શામળિયારે વાલા રહું છું મારગ જોઈ,

લોક તણી મરજાદરે મેલી તમ ચરણે ચિત્ત પ્રોઈ. મારે.         ૧

પ્રેમ ભરી પાતલિયારે વાલા આવીને ઉભી છું બાર, 

મંગલ થાળ ભર્યાં સગ મોતી વધાવાને વારમવાર.મારે      .૨

મસમસતા મંદિરીયે મોહન આવોને સુંદર છેલ, 

અંગો તે અંગ આલિંગન લેઈને વાળોને રંગડાની રેલ. મારે.૩

હસ્‍ત કમલ મૂકો મારે માથે હરોને હૈયાના તાપ, 

પ્રેમાનંદના ઉરપર મોહન મૂકો ચરણની છાપ.મારે              ૪ 

મૂળ પદ

આવો આવોને સુંદર શ્યામ મારે ઘેર આવોરે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
4
0