રૂડાં લાગે છે મોહનલાલ લટકાં તારા રે, ૪/૪

૨૪૨ પદ ૪/૪

રૂડાં લાગે છે મોહનલાલ લટકાં તારા રે,

મોહ્યાં મોહ્યાં છે સુંદર છેલ મનડાં મારાંરે, ટેક.

રાત દિવસ હું તો ઘેલી ફરું છું કાંઇ નવ સુઝે કામ,

લોકતણી મરજાદરે મેલી જોવાને સુંદર શ્યામ. લટ.૧

સગાંકુટુંબ પીયર સાસરીયાં સરવે મેલ્યાં વિસારી,

મન કર્મ વચને તમને વરી છું ગુણવંતા ગિરિધારી. લટ.૨

હસવું ને બોલવું જોવું તમારું ઘડીએ ન ઉરથી વિસારું,

તન મન ધન આ જીવત મારું સરવસ તમપર વારું. લટ.૩

વાટે ઘાટે વાલા લટકાં તમારા જોતી ફરું કરતાર,

પ્રેમાનંદના શ્યામ સનેહી છો મારા હૈડાના હાર. લટ.૪

મૂળ પદ

આવો આવોને સુંદર શ્યામ મારે ઘેર આવોરે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
6
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયસુખભાઈ રાણપરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0