આવો અલબેલા સુદર મુખ નિરખુરે સનમુખ રોને, ૧/૪

 ૨૪૭ પદ ૧/૪ રાગ સામેરી.

આવો અલબેલા સુદર મુખ નિરખુરે સનમુખ રોને,
મારા પ્રાણજીવન દાસી નિજ જાણીને દરશન દોને.                    ટેક.
તારું રૂપ અનોપમ રંગરસિયા, મારા અંતરમાં આવી વસિયા.
તમે છેલા છો પૂરણ સસિયા.                                                      આવો.૧
તારું હસતું વદન હરિ જોઇને, મારા નેણાં રહ્યાં છે મોહીને,
મારું મનડું રાખ્યું તમે ઠોઇને,                                                    આવો.૨
તારી મૂરતિ લાગે છે બહુ પ્યારી, આવો ભેટું ભુજ ભરી ગિરધારી.
તારા મુખપર જાઉં હું તો વારી.                                                  આવો.૩
હું તો નિરખું ચંદ જ્યું ચકોરી, રાખું રસિયા નેણામાં ચોરી,
પ્રેમાનંદની છો જીવનદોરી.                                                       આવો.૪
 

 

મૂળ પદ

આવો અલબેલા સુદર મુખ નિરખુરે સનમુખ રોને,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી