ઘનશામ વધાવાને જઇએ, થાલ ભરી સગ મોતીયે, ૨/૪

ર૮૯ પદ ર/૪
 
ઘનશામ વધાવાને જઇએ, થાલ ભરી સગ મોતીયે,  ટેક.
સરખી સાહેલી શણગાર સજો મળી, માની મંગલ ગાઇયેરે. થાલ.૧
ચંદન ચરચીને હાર ગુલાબી, પ્રભુજીને પેરાઇયેરે.  થાલ.૨
શ્રી ઘનશ્યામ રસીલો છેલો, નિરખીને પાવન થાઇયેરે.  થાલ.૩
નૌતમ પાક કરી નટવરને, પ્રીત કરીને જમાઇયેરે.  થાલ.૪
પ્રેમાનંદ કહે મન કર્મ વચને, દાસ હરિના કેવાઇયેરે.  થાલ.૫ 

મૂળ પદ

મારે અવિનાશી ઘેર આવ્‍યારે, સુફળ જનમ કર્યો સામરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી