આવોને મોહન અલબેલડારે મંદિર મારેરે, ૧/૪

૩૨૬ પદ ૧/૪

આવોને મોહન અલબેલડારે મંદિર મારેરે,  ટેક.
શોભતારે શણગાર સજીને, લટકંતા આવો સુંદર છેલડારે,  મંદિર.૧
જરકસી પાઘડલીમાં ડોલરિયાના તોરા, ભ્રમર જોઇને થયા છે ઘેલડારે, મંદિર.૨
છેલ છબીલા તારી છબીને ઉપર, વારૂં મારા પ્રાણ રંગ રેલડારે,  મંદિર.૩
પ્રેમાનંદ કહે રાખું મારા ઉરમાં, નિમખ ન મેલું નાથ અકેલડારે,  મંદિર.૪

મૂળ પદ

આવોને મોહન અલબેલડારે મંદિર મારેરે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી