ઘેલી મને કીધી કાન ગોવાલીડે રે, નેણાની સાંને રે, ૪/૪

૩૨૯ પદ ૪/૪
 
ઘેલી મને કીધી કાન ગોવાલીડે રે, નેણાની સાંને રે,  ટેક.
મનમોહન મારા મંદિર આગે નિસર્યા રે, જોયા મેતો જીવન આવીને જાલીડે રે,  નેણા.૧
સામુ જોઇને મારી સુધ હરી લીધી, ચિત્તડું ચોર્યું છે નેણાં કેરે ચાલીડે રે ,  નેણા.૨
મધુરે મધુરે સ્વર મોરલી વાઇને, વશ કરી લીધી વાલે વનમાલીડે રે,  નેણા.૩
પ્રેમાનંદ કે'છે મારો જનમ સુધાર્યો, રસિયે છેલ છોગાલીડે રે,  નેણા.૪ 

મૂળ પદ

આવોને મોહન અલબેલડારે મંદિર મારેરે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી