સનેહી ઘનશ્યામને, ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા રે ૨/૪

સનેહી ઘનશ્યામને, ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા રે...સનેહી૦ ટેક.
નેહ નિભાવન નાથને, રાખું રાજી થઈ નેણમાં રે;
	નિમખ ન્યારો નહિ મેલું, મારા પ્રાણ સનેહી પ્રીતમાં રે...સનેહી૦ ૧
મોહનજીની મૂરતિ મારી, આંખ્યુંના ચશમા રે;
	એ વિના મને કાંઈ ન સૂઝે, રાત ને દિનમાં રે...સનેહી૦ ૨
હું જીવું એને જોઈને, એ છે પ્રાણ મારા દેહમાં રે;
	રટું માળા એના નામની, પડું પળે પળે પગમાં રે...સનેહી૦ ૩
મેં તો તોડી પ્રીત સંસારથી, જોડી હૈયાના હારમાં રે;
	પ્રેમાનંદના પ્રાણને, રાખું જતને જીવમાં રે...સનેહી૦ ૪
 

મૂળ પદ

વારે વારે હું તો વારણે જાઉ રે, વહાલાના વેણાં ઉપરે

મળતા રાગ

કાફી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0